શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા

વાર્ષિક સાધારણ સભા અને સ્વ. શ્રી મોહનભાઇ ડાહ્યાભાઇ સુથાર ગણિત શ્રેષ્ઠતા રોકડ ઇનામ વિતરણ કાર્યક્રમ, ૦૬ સપ્ટેમ્બર ૨૦૧૫.

તા. ૦૬/૦૯/૨૦૧૫ના રોજ શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા નો વાર્ષિક સાધારણ સભા તેમજ સ્વ. શ્રી મોહનભાઇ ડાહ્યાભાઇ સુથાર ગણિત શ્રેષ્ઠતા રોકડ ઇનામ વિતરણ કાર્યક્રમ, અમ્બિકા પાર્ક, ઉંડેરા- કોયલી રોડ ખાતે સાંજના ૫:૩૦ થી ૦૭:૩૦ દરમ્યાન આયોજીત કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમમાં લગભગ ૧૫૦ થી વધુ વ્યતિઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં અતિથિ વિશેષ પદે શ્રી ચંદ્રકાંતભાઇ જીવણભાઇ સુથાર તથા શ્રી નિમેષ વિષ્ણુભાઇ સુથાર ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય મહેમાન પદે શ્રી ઘનશ્યામભાઇ નટવરભાઇ સુથાર પધારેલ હતા.  ખાસ આમંત્રિત મહાનુભાવો માં શ્રી ઠાકોરભાઇ મિસ્ત્રી (પ્રમુખશ્રી, ગુજરાત સુથાર સમાજ, વડોદરા), શ્રી અરવિંદભાઇ મિસ્ત્રી, હાજર રહ્યા હતા.

સંસ્થાના પ્રમુખશ્રી ક્નુભાઇ વલ્લવભાઇ સુથારે આમંત્રિત મહેમાનોને આવકાર્યા હતા અને સંસ્થાના મંત્રીશ્રી હર્ષદભાઇ ઇશ્વરલાલ મિસ્ત્રી એ સંસ્થાની કાર્યવાહી ની માહિતી આપી હતી. ખજાનચી શ્રી ભાવેશભાઇ મનહરભાઇ સુથારે વાર્ષિક હિસાબો રજુ કર્યા હતા જે હાજર સભ્યોએ સર્વાનુમતે સ્વિકાર્યા હતા.

સ્વ. શ્રી મોહનભાઇ ડાહ્યાભાઇ સુથાર ગણિત શ્રેષ્ઠતા રોકડ ઇનામ વિતરણ નીચે મુજ્જબ કરવામાં આવ્યું હતું.

અનું. ધોરણ ઇનામ વિજેતા

 

૧૦

પ્રથમ

દક્ષય વિનસકુમાર ગજ્જર
વિનસકુમાર મનુભાઇ ગજ્જર      
૨૫, સુરજનગર, એમ.જી.એમ. હાઇસ્કૂલ સામે,
ન્યુ સમા રોડ, વડોદરા.

૧૦

દ્વિતિય

ભૂમિ ભુપેંદ્ર ગજ્જર
ભુપેંદ્ર શાંતિલાલ ગજ્જર            
"અમ્બા કુંજ", સુર્ય પેલેસની બાજુમાં, ડી. ઝેડ.  સ્કૂલ પાછળ,
વિદ્યાનગર રોડ, આણંદ

 

૧૨

પ્રથમ

સ્નેહ વિજયકુમાર સુથાર
વિજય રતિલાલ સુથાર            
બી/૨ રાજદીપ સોસાયટી,
મુ.પો. આંકલાવ, તા. આંકલાવ

૧૨

દ્વિતિય

મિરાજ ચૈતન્ય ગજ્જર
ચૈતન્ય મનુભાઇ ગજ્જર          
૨૫, સુરજનગર, એમ.જી.એમ. હાઇસ્કૂલ સામે,
ન્યુ સમા રોડ, વડોદરા.

 

  ઉપરોક્ત વિજેતાઓમાં થી હાજર રહેલા વિજેતાઓને આર્યક્રમમાં ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. હાજર ના રહી શકેલ વિજેતાઓને તેમના ઘરે જઇને પ્રમુખ શ્રી કનુભાઇ વ. સુથારે ઇનામો એનાયત કર્યાં હતાં.

સમગ્ર આર્યક્રમનું સફળ સંચાલન શ્રી પ્રફુલ્લભાઇ નટવરલાલ ગજ્જરે કર્યું હતું.

સભાના અંતે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.  

 

*
{ Site Design, Development and Maintenance By : Indravadan I. Mistry (indravadanmistry@yahoo.co.uk) }
© Shri Charotar Vaishya Suthar Bandhu Samaj, Vadodara