|
SAMAJ DARPAN PUSTIKA VIMOCHAN PROGRAM
શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા દ્વારા પ્રકાશિત સમાજ દર્પણ પુસ્તિકાની તૃતિય આવૃત્તિનું વિમોચન કરવા માટેનો કાર્યક્રમ તા. ૨૧ ફેબ્રુઆરી ૨૦૧૦ ને રવીવારના રોજ સફળતા પૂર્વક સંપન્ન થયો. આ વર્ષે શ્રી વિશ્વકર્મા પ્રાગટ્ય દિન તા. ૨૮ જાન્યુઆરી ૨૦૧૦ ના રોજ હતો. સમાજના બાળકોની પરીક્ષાઓ આ દિવસોમાં હોવાથી, જ્ઞાતિના તેજસ્વી બાળકોને ઇનામ વિતરણ કાર્યક્રમ માં ઉપસ્થિત રહેવું શક્ય ન હતું, માટે શ્રી વિશ્વકર્મા પ્રાગટ્ય દિનની ઉજવણી મોકુફ રાખવામાં આવી હતી. આથી શ્રી વિશ્વકર્મા પ્રાગટ્ય દિન, ઇનામ વિતરણ કાર્યક્રમ અને સમાજ દર્પણ પુસ્તિકાના અનાવરણ નો સહિયારો કાર્યક્રમ તા. ૨૧ ફેબ્રુઆરી ૨૦૧૦ ના રોજ રાખવામાં આવેલ હતો.
ઉપરોક્ત સમારંભ માં સભાના પ્રમુખસ્થાને શ્રી કાંતિભાઇ એ. સુથાર (આણંદ), મુખ્ય અતિથિ શ્રી દલસુખભાઇ હિરાભાઇ સુથાર (આણંદ) તથા અતિથિ વિશેષ શ્રીમતિ મધુબેન કે. સુથાર ((U.S.A.) અને ડૉ. યજ્ઞેશભાઇ એ. સુથાર (બોરસદ) ઉપસ્થિત રહ્યા હતા.
સમારંભ ની શરૂઆત ડૉ. યજ્ઞેશભાઇ અંબાલાલ સુથાર દ્વારા દીપ પ્રાગટ્ય થી કરવામાં આવી હતી. સમાજ દર્પણ પુસ્તિકાનું વિમોચન શ્રીમતિ મધુબેન કનુભાઇ સુથાર ના શુભ હસ્તે કરવામાં આવ્યું હતું.
સમારંભમાં જ્ઞાતિના તેજસ્વી બાળકોને ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું. સભાનું સંચાલન શ્રી પ્રફુલભાઇ નટવરલાલ ગજ્જર દ્વારા કરવામાં આવ્યું હતુ. સભાના અંતે સંસ્થાના ઉપ-પ્રમુખશ્રી ગૌતમભાઇ રતિલાલ સુથાર દ્વારા આભાર વિધી કરવામાં આવી હતી. અંતે મહા પ્રસાદના કાર્યક્રમ બાદ કાર્યક્રમ પૂર્ણ થયો હતો. Posted on 27/02/2010
|
વર્ષ ૨૦૦૮ - ૨૦૦૯ ના વાર્ષિક હિસાબની તારીજ
 Posted on 09/02/2010
|
4TH SAMUH YAGNOPAVIT KARYAKRAM 08 FEB. 2009
શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા દ્વારા આયોજીત ચતુર્થ સમુહ યજ્ઞોપવિત સંસ્કાર સમારંભ તા. 08 ફેબ્રુઆરી 2009 ના દિવસે સફળતાપૂર્વક સંપન્ન થયો.
સમુહ યજ્ઞોપવિત પ્રસંગે બટુકોને આશિર્વચન અર્થે પ. પૂ. શ્રી માઇ જગતગુરૂ ભગવતી કેશવભવાની મહારાજ શ્રી, માઇ મંદિર, નડિયાદ ની પધરામણી કરવામાં આવી હતી.
સમારંભનામુખ્ય અતિથી શ્રી કાન્તિભાઇ અંબાલાલ સુથાર (આણંદ) ઉપસ્થિત રહ્યા હતા. અન્ય અતિથી વિશેષશ્રીઓ માં શ્રી ડો. યજ્ઞેશભાઇ અંબાલાલ સુથાર (બોરસદ), શ્રી વિષ્ણુભાઇ પરસોત્તમદાસ સુથાર (આણંદ), શ્રી કાન્તિભાઇ ભાઇલાલભાઇ સુથાર (બોરસદ), શ્રી વિનોદભાઇ રમણભાઇ સુથાર (બાજવા), શ્રી હર્ષદભાઇ નારણભાઇ મિસ્ત્રી (આણંદ), તથા શ્રી દિનેશભાઇ ડાહ્યાભાઇ સુથાર (નડિયાદ) ઉપસ્થિત રહ્યા હતા. |
|
આપણી જ્ઞાતિના સેવાભાવી ડો. શ્રી પ્રજ્ઞેશભાઇ મોહનભાઇ સુથાર (રાસનોલ, હાલ: ખંભાત)ની વિશેષ સેવા ની નોંધ લેતાં, તેમનું વિશેષ સન્માન કરવાનું આયોજન હતું. અગાઉથી નક્કી કાર્યક્રમને લીધે તેઓશ્રી ઉપસ્થિત રહી શક્યા ન હતા.
બટુકોને યજ્ઞોપવિત સંસ્કાર અર્થે પૂજાના આચાર્યપદે પ. પૂ. પંડિત શ્રી ચન્દ્રશેખર મહારાજ શ્રી બિરાજમાન રહ્યા હતા. |
|
આ શુભ પ્રસંગે 24 બટુકોને યજ્ઞોપવિત સંસ્કાર આપવામાં આવ્યા હતા.
ઉપરોક્ત કાર્યક્રમમાં ડો. શ્રી પ્રજ્ઞેશભાઇ ઉપસ્થિત રહી ના શક્યા હોઇ, તા. 22 ફેબ્રુઆરી 2009 ના દિવસે સંસ્થાના પ્રમુખ શ્રી હર્ષદભાઇ ઇશ્વરભાઇ મિસ્ત્રી, મંત્રી શ્રી સંજયભાઇ કાંતિલાલ ગજ્જર તથા કારોબારી સભ્ય શ્રી કનુભાઇ વલ્લવભાઇ સુથાર રાસનોલ ગયા હતા અને ડો. શ્રી પ્રજ્ઞેશભાઇ ના નિવાસસ્થાને તેમને સન્માન પત્ર તથા શાલ અર્પણ કર્યા હતા. |
|
સમુહ યજ્ઞોપવિત કાર્યક્રમમાં સારી એવી સંખ્યામાં જ્ઞાતિજનોએ ઉપસ્થિત રહી પ્રસંગ ને દિપાવ્યો હતો.
|
Posted on 23/02/2009
|
|
MAGANBHAI PRABHUDAS SUTHAR, VASAD
તા: ૦૯ ફેબ્રુઆરી ૨૦૧૦
વાસદ નિવાસી શ્રી મગનભાઇ પ્રભુદાસ સુથાર નું દુ:ખદ અવસાન તા: ૦૮ ફેબ્રુઆરી ૨૦૧૦ ને સોમવારની રાત્રે થયેલ છે.
સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને સ્વ. શ્રી મગનભાઇની વસમી વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.
(સમાચાર સૌજન્ય : શ્રી કનુભાઇ વલ્લવભાઇ સુથાર, વડોદરા) Posted on 09/02/2010
|
SHRI NATUBHAI DALSUKHBHAI SUTHAAR, VATAV
તા: ૧૨ ડીસેમ્બર ૨૦૦૯
વટાવ નિવાસી શ્રી પીયુષભાઇ નટુભાઇ સુથાર નાં પિતાશ્રી નટુભાઇ દલસુખભાઇ સુથાર નું દુ:ખદ અવસાન તા: ૦૬ ડીસેમ્બર ૨૦૦૯ ને રવીવારની રાત્રે થયેલ છે.
સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને સ્વ. શ્રી નટુભાઇ ની વસમી વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.
સદગતનું બેસણું તા. ૧૩/૧૨/૨૦૦૯, રવીવારના રોજ સવારના ૦૯:૦૦ વાગ્યા થી બપોરના ૦૧:૦૦ વાગ્યા સુધી વટાવ મુકામે તમના નિવાસાથાને રાખવામાં આવેલ છે.
(સમાચાર સૌજન્ય : શ્રી ગૌતમભાઇ રતિલાલ સુથાર, ઉંડેરા, શ્રી મહેશભાઇ પરસોત્તમભાઇ સુથાર, બાજવા) Posted on 12/12/2009
|
G.SW. CHANCHALBEN SHIVARAMBHAI SUTHAR, SANKARDA
તા: ૨૮ નવેમ્બર ૨૦૦૯
વડોદરા નિવાસી (સાંકરદાના વતની) શ્રી રમણભાઇ શીવરામભાઇ સુથાર તથા શ્રી રતિલાલ શીવરામભાઇ સુથાર નાં માતૃશ્રી ગં. સ્વ. ચંચળબેન શીવરામભાઇ સુથાર નું દુ:ખદ અવસાન તા: ૨૫ નવેમ્બર ૨૦૦૯ ને બુધવાર ના દિવસે થયેલ છે.
સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને ગંસ્વ. ચંચળબેન ની વસમી વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.
સદગતનું બેસણું તા. ૨૯/૧૧/૨૦૦૯, રવીવારના રોજ બપોરના ૦૨:૦૦ વાગ્યા થી સાંજના ૦૬:૦૦ વાગ્યા સુધી રાખવામાં આવેલ છે.
(સમાચાર સૌજન્ય : શ્રી કિરીટભાઇ અ. સુથાર, વડોદરા, શ્રી કનુભાઇ વ. સુથાર, વડોદરા) Posted on 28/11/2009
|
|